દિલ્હીઃ સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ અંગે સીએમ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આખી સિસ્ટમ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે, બંદા જેલસે બાહર ના આ જાયે. આ કાયદો નથી. આ સરમુખત્યારશાહી છે, આ કટોકટી છે. Sunita Kejriwal
20जून अरविंद केजरीवाल को बेल मिली। तुरंत ED ने stay लगवा लिया। अगले ही दिन CBI ने accused बना दिया।और आज गिरफ़्तार कर लिया। पूरा तंत्र इस कोशिश में है कि बंदा जेल से बाहर ना आ जाये। ये क़ानून नहीं है। ये तानाशाही है, इमरजेंसी है।
— Sunita Kejriwal (@KejriwalSunita) June 26, 2024
સુનીતા કેજરીવાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેણે કહ્યું કે તેના પતિને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 20 જૂને જામીન મળ્યા હતા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તરત જ સ્ટે લીધો હતો. તેણે કહ્યું કે બીજા જ દિવસે સીબીઆઈએ તેને આરોપી બનાવ્યો અને આજે તેની ધરપકડ કરવામાં આવી.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા વારંવારના સમન્સ બાદ પણ હાજર ન થતા આખરે દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જો કે વારંવાર જામીન માગવા છતા છૂટકારો ન મળતા આ અંગે સીએમ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલને 20 જૂને જામીન મળ્યા હતા. આ પછી EDએ તરત જ સ્ટે મેળવી લીધો. બીજા જ દિવસે સીબીઆઈએ તેમને આરોપી બનાવ્યા અને આજે ધરપકડ કરી. વ્યક્તિ જેલમાંથી બહાર ન આવે તે માટે સમગ્ર તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.
દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું કે જ્યારે કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની શક્યતા હતી, ત્યારે ભાજપ ગભરાઈ ગઈ અને તેમની “બનાવટી કેસ” માં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બુધવારે કથિત દારૂ કૌભાંડમાં કેજરીવાલની ઔપચારિક ધરપકડ કરી હતી અને ભ્રષ્ટાચારના કેસમાં AAPના રાષ્ટ્રીય સંયોજકની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી.