સુરતઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણના મહાકુંભનો અમીઘૂંટડો એટલે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના જીવનમાં શિક્ષણના પગથિયે પહેલી પગલી માંડતા ભૂલકાંઓનો આગવો અવસર એટલે શાળા પ્રવેશોત્સવ ગણવામાં આવે છે. શાળામાં પ્રવેશ પામતાં ભૂલકાંઓને સન્માન અને ગૌરવભેર આવકારવા અને પ્રોત્સાહિત કરવા “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. Harsh sanghvi praveshostav
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના પાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, પદાધિકારીઓ, કોર્પેરેટર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના હસ્તે બાલવાટિકા, આંગણવાડી, ધો.૧, ધો.૯ અને ધો.૧૧માં બાળકોને પ્રવેશ અપાવામાં આવ્યો હતો.
૨૬મી જૂનના રોજ ગૃહરાજયમંત્રી દ્વારા સવારે ૧૦.૦૦ વાગે સીટી લાઈટ રોડની અગ્રસેન ભવન સામેની મહારાજા અગ્રસેન પ્રા.શાળા ક્રમાંક ૧૬૦ અને શાળા ક્રમાંક ૩૩૭ ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે સાથે વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારી વાલીઓને તેમની જવાબદારી નિભાવવા જણાવ્યું હતું. જેમાં ખાસ રોંગ સાઈડ અને સીગ્નલ નહીં તોડી શહેરમાં ટ્રાફિક નિવારણ હેતું પગલા લેવા જણાવ્યું હતું.