જે લોકો દસ વર્ષથી મેદસ્વી છે તેમને હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધારે છે. બોસ્ટન, મેસેચ્યુસેટ્સમાં એન્ડોક્રાઈન સોસાયટીની વાર્ષિક ફબેઠકમાં રજૂ કરાયેલા સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધન મુજબ 50 વર્ષથી ઓછી ઉમરના લોકોમાં હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધારે છે.
સંશોધકોએ નર્સેસ હેલ્થ સ્ટડી અને હેલ્થ પ્રોફેશનલ્સ ફૂલો-અપ સ્ટડીના ડેટાનો ઉપયોગ કરીને અભ્યાસ હાથ ધર્યો હતો. તેઓએ ખાસ કરીને એવા દર્દીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ કે જેઓ 10 વર્ષના સમયગાળા દરમિયાન ઉચ્ચ બોડી-માસ ઈન્ડકસ (બીએમઆઈ) ધરાવતા હતા.
સંશોધકોએ 109259 મહિલાઓ અને 27,239 પુરૂષોના ડેટાનું વિશ્લેષણ કર્યુ હતું. જેમની 1990માં સરેરાશ ઉમર 48.6 વર્ષ હતી અને બોડી માસ ઈન્ડેકસ વધારે હતો. તેમાંથી 6,862 હૃદય થી સંબંધિત રોગ હતો, 3587ને પ્રકાર 2 ડાયાબિટીસ હતો અને 65101 ધૂમ્રપાન કરતા હતા. સંશોધન મુજબ, 50 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓ અને 65 વર્ષથી ઓછી ઉંમરના પુરૂષોમાં, મેદસ્વી હોવાને કારણે 10 વર્ષના સમયગાળામાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ 25-60% વધી જાય છે.
જો કે, 50 વર્ષથી ઉપરની અને 65 વર્ષથી વધારે વયની મહિલાઓ સ્થૂળતા 20 વર્ષથી વધુ ઉંમરના પુરૂષોમાં હૃદયરોગના હુમલાના જોખમો સાથે જોડાયેલા નહોતા.
સ્થૂળતા શું છે જો કોઈ વ્યકિતનો બીએમઆઈ 30થી ઉપર હોય તો તેને મેદસ્વી ગણવામાં આવે છે બીએમઆઈ એ વ્યકિતના વજન અને તેની ઉંચાઈનો ગુણોત્તર છે જે કિલોગ્રામ પ્રતિ મીટર ચોરસ ઉંચાઈમાં માપવામાં આવે છે.