મુંબઈઃ શરૂઆતના કલાકોમાં સેન્સેક્સ 355 પોઈન્ટ વધીને 77,347ની વિક્રમી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 108 પોઈન્ટ વધીને 23,573ની હમણાાસુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જે હાલ દલાલ સ્ટ્રીટ પર રોકાણકારોના પોઝિટિવ સેન્ટિમેન્ટને દર્શાવે છે. આજની બજારની તેજી પર અહીં એક નજર: todays sharebajar
રોકાણકારોને રૂ. 2.33 લાખ કરોડનો ફાયદો
રોકાણકારોની સંપત્તિ રૂ. 2.33 લાખ કરોડ વધીને વિક્રમી રૂ. 437.21 લાખ કરોડ થઈ છે, જે અગાઉના 14 જૂનના સત્રમાં નોંધાયેલા રૂ. 434.88 લાખ કરોડના મૂલ્યની સરખામણીમાં હતી. વિપ્રો, એમએન્ડએમ, ટાઇટન કંપની, પાવરગ્રીડ, એસબીઆઈ અને ટેક મહિન્દ્રા જેવા સ્ટોક્સ શરૂઆતના સોદામાં 2.62% સુધી વધીને સેન્સેક્સ પરના લાભની આગેવાની લીધી હતી. નિફ્ટીમાં 34 શેર લીલા નિશાનમાં અને 16 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
વિપ્રો, ટાઇટન કંપની, શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ, એમએન્ડએમ અને પાવરગ્રીડ પ્રારંભિક સોદામાં 2.57% વધીને ટોચના નિફ્ટી ગેઇનર્સ હતા. મારુતિ સુઝુકી, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ડિવિસ લેબોરેટરીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એસબીઆઈ લાઈફ આજે 1.6% સુધી ઘટીને નિફ્ટીમાં ટોચના લુઝર હતા.
BSE પર 267 શેર્સ 52 સપ્તાહની ટોચે પહોંચ્યા
267 જેટલા શેર્સ આજે તેમની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. બીજી તરફ, મંગળવારે શરૂઆતમાં માત્ર 19 શેર BSE પર તેમના 52-સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
લીલા રંગમાં માર્કેટ
BSE પર ટ્રેડેડ 3,525 શેર્સમાંથી 2005 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. લગભગ 1369 શેર્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે 151 શેર્સ યથાવત રહ્યા હતા.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, ઓટો શેર્સ ટોપ ગેઇનર્સ
BSE પર આજે તમામ 19 ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, ઓટો શેર્સએ આજે દલાલ સ્ટ્રીટ પર લાભ લીધો હતો. BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ અને ઓટો ઈન્ડેક્સ અનુક્રમે 890 પોઈન્ટ, 562 પોઈન્ટ, 584 પોઈન્ટ અને 465 પોઈન્ટ્સ થયા હતા.