ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે સતત ત્રણ મેચ જીતીને સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ સુપર-8 માટે ગ્રુપ-1માં છે. જ્યાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે 20 જૂને બાર્બાડોસમાં રમશે. જો કે આ પહેલા ટીમે એક અદભૂત મેચ રમી હતી, જેનો વીડિયો બીસીસીઆઈએ તેના એક્સ અકાઉન્ટ પર શેર કર્યો હતો. Virat kohli wollyball
ભારતીય ખેલાડીઓ રમ્યા વોલીબોલ
અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા ભારતીય ખેલાડીઓ બાર્બાડોસના બીચ પર વોલીબોલ રમતા જોવા મળ્યા હતા. BCCIએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. જેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ અને યશસ્વી જયસ્વાલ રમી રહ્યા છે. મેચ પહેલા ખેલાડીઓ આરામ કરવા અને ફ્રેશ થવા માટે વોલીબોલ રમી રહ્યા છે. Virat kohli wollyball
ભારતીય ટીમે એકવાર ટાઇટલ જીત્યું
વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં આયર્લેન્ડ સામે જીત મેળવી હતી. આ પછી તેણે પાડોશી દેશ પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ અમેરિકા સામે 7 વિકેટે જીત મેળવી છે. ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં માત્ર એક જ વાર T20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો છે. ત્યારથી ટીમ ઈન્ડિયા આ ખિતાબ જીતી શકી નથી. હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી. જ્યાં ભારત ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું.