સુરતઃ શહેરમાં (Surat News) એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આજે સવારે બનેલી ઘટનાને પગલે અનેક તર્ક વિતર્ક સર્જાય રહ્યા છે. કોઈક કહે છે કે આ ઘટના આત્મહત્યાની છે, તો કોઈક કહે છે કે ફૂડ પોઈઝનીંગના કારણે આ ઘટના બની હોવાની પણ ચર્ચા થઈ રહી છે. પોલીસ સુત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે ગીઝરની સ્વીચ ચાલુ રહી જવાને કારણે ગેસ ગુંગળામણથી આ લોકોના મૃત્યુ નીપજ્યા છે. હાલ તો પોલીસે ઘટના સ્થળે ધસી જઈ એફ એલ સહીતની કાર્યવાહી હાથ ધરી છે. (Surat News)
સુરત શહેરના મોગાભાગળ જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ રાજહંસ રેસિડન્સીમાં શનિવારની વહેલી સવારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ચાર લોકોના આત્મહત્યાની ચર્ચાના પગલે લોકોના તોળે-તોળા એકત્ર થઈ ગયા હતા. લોકોમાં ચર્ચા હતી કે આ ચારે જણ રાત્રે કેરીનો રસ અને પુરી જમીને સૂઈ ગયા હતાં, જોકે સવારે કોઈ પણ ઉઠ્યુ જ ન હતું. ઘટનાના પગલે પોલીસે જણાવ્યું હતું કે, પરિવારની વહુ જ્યારે સવારે નાસ્તો આપવા ગઈ તો દરવાજો બંધ જ હતો. જો કે બાદમાં તેના સાસુ સહિતી ચાર જણના મૃતદેહ મળી આવ્યા હતા. જેથી પોલીસ અને 108 સહીતની ટીમ ઘટના સ્થળે ધસી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસને પ્રાથમીક તપાસમાં ત્રણ મહિલા અને એક પુરુષનું મૃત્યુ થયું હોવાનું જણાવા મળ્યું હતું.
પોલીસે તો હોલ મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે, પણ મૃતકના સંબંધી હંસાબહેને જણાવ્યું હતું કે, આ તમામ લોકો મારા વેવાઈ થાય છે, મે તેમને મારી દીકરી આપી છે. અમને ફોન આવ્યો તો દાડો દોડ થઈ ગઈ હતી. તેમના પરિવારમાં દીકરી જમાઈ અને વેવાણ પણ છે. તેમની ભત્રિજીએ જણાવ્યું હતું કે મહેમાન આવ્યા હતા જેમના ગયા પછી વહુ અને છોકરો નીચે સુઈ ગયા હતા અને આ લોકો ઉપર હતા. જો કે સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈને તેના પગ તળીયેથી જમીન ખસી ગઈ.
મૃતકોના નામ
જશુબેન કેશવભાઈ વાઢેર (58)
શાંતુબેન વાઢેર (55)
ગૌબેન હીરાભાઈ વાઢેર (55)
હીરાભાઈ દાનભાઈ મેવાડા (60)