સુરત : અદાણી ફાઉન્ડેશન હજીરા (Adani faundation) અંતર્ગત ઉત્થાન પ્રોજેક્ટ દ્વારા વેકેશન બાદ બાળકો સતત શિક્ષણ સાથે જોડાયેલા રહે એ માટે અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય એની અંદરની કુતૂહલતા જિજ્ઞાસાવૃતિને પ્રોત્સાહન મળે, કળા-કૌશલ્ય, હસ્ત કૌશલ્ય વિકસે, દરેક પ્રવૃતિ કેમ્પમાં શિખવવામાં આવી હતી.
બાળકોમાં સમૂહભાવના, એકતાની ભાવના, પરસ્પર સહકારની ભાવના વિકસે, બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને અભિગમ કેળવાય, બાળકો આસપાસ નકામી ત્યજી દેવાયેલી કે ફેંકી દેવાયેલી કે નકામી માની લેવાયેલી વસ્તુઓ પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે તે બાબતને જાણે ઓળખે તથા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કલા હસ્તગત કરે એવા ઉમદા વિશિષ્ટ હેતુથી અદાણી ફાઉન્ડેશન (Adani faundation)ના ઉત્થાન પ્રોજેક્ટમાં બાળકોનું જ્ઞાન દોરવામાં આવ્યું હતું.
25 પ્રાથમિક શાળાઓમાં 1500થી વધુ બાળકો
સુરત જિલ્લા પંચાયત હસ્તકની ચોર્યાસી તાલુકાના હજીરા તથા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારની તથા ઉમરપાડા આદિવાસી વિસ્તાર મળીને કુલ 25 પ્રાથમિક શાળાઓમાં 1500થી વધુ બાળકો સાથે તથા કુલ 25 ઉત્થાન સહાયકોની મદદથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ સાથે હસ્તકલા, બર્ડ-ફીડર, રિસાયક્લિંગ સામગ્રી સાથે બોટ, પુલ નુડલ્સ પેરિસ્કોપ, માસ્ક (મુખોટા) હોકાયંત્ર, ટાયર નિન્જા અવરોધ, પેપર સ્પિનર, નકામી સ્ટ્રોમાંથી પુલ બનાવો, ગ્લોબલ નકશો એટલાસને લગતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
આ સાથે જ બાળકોને વિશિષ્ટ પ્રોત્સાહન પૂરું પાડતી વિવિધ મુવી અંગેની પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ રીતે બાળકો દ્વારા બાળકો માટે ઉત્થાન સહાયકોના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવી અને છેલ્લા દિવસે બાળકો દ્વારા તૈયાર થયેલા નમૂનાઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં વાલીઓ, બાળકો, એસ.એમ.સી.ના સભ્યો, શિક્ષણ વિભાગના અધિકારીઓ પ્રદર્શનની મુલાકાત લઈને પ્રવૃતિની સરાહના કરી હતી.
આ પણ વાંચોઃ વહુ સવારે નાસ્તો આપવા ગઈ તો પગ તળીયે જમીન ખસી ગઈ, એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મોત