હોટલાઇન ન્યૂઝ
હાલમાં જ ઉનાળાની રજાઓ પૂરી થઈ છે અને લોકોએ મનભરીને પ્રવાસ કર્યો છે. ખાસ કરીને આ વખતે કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ સહિતના ઉત્તરીય રાજ્યોમાં લોકોએ ખુબ પ્રવાસ કરવા પસંદ કર્યો છે.
હાલમાં એક ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. જેમાં દેખાય છે કે, બરફના પહાડ પર કચરો પડ્યો છે. ખાસ કરીને ખાલી વેફરના પેકેટ, અન્ય ખાદ્ય પદાર્થનો એઠવાડ, પ્લાસ્ટિક બોટલો, પ્લાસ્ટિક વેસ્ટ ડીશ, સહિત અનેક ચીજવસ્તુઓ પડી હોય અને સફાઈ ન થતી હોય તેવા દ્રશ્યો બહાર આવ્યા છે.
આ સાથે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને નેટ પર આક્રોશ ઠાલવ્યો છે. કોઈએ લખ્યું કે, કચરો કરતા પર્યટકો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તો અન્ય એકે લખ્યું કે શું આ આપણું ભારત છે ? સુંદર પહાડોની કેવી દશા કરી છે.