હોટલાઇન ન્યૂઝ
લીંબુમાં ભરપુર માત્રામાં વિટામિન સી સમાયેલું હોય છે. આ ઉપરાંત તે એક એન્ટી ઓક્સીડન્ટનો પણ બહુ સારો સ્ત્રોત છે. સંશોધનના અનુસાર, વિટામિન સી તથા એન્ટી ઓક્ડીસડન્ટ હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લીંબુનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલમાં સુધારો થાય છે તેમજ રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. શરીર પરનો મેદ ઘટાડવા માટે તેમજ પાચનશક્તિને સુધારવામાં લીંબુ ઉપયોગી છે.
-ઉનાળામાં વારંવાર તરસ લાગવાની સમસ્યાથી છુટકારો પામવા માટે લીંબુ શરબત પીવું જોઇએ.
-હાઇબ્લડપ્રેશરનાના દરદીઓએ લીંબુ પાણીનું સેવન નિયમિત કરવું જોઇએ.
-પેટના દુખાવા પર અડધા લીંબુંની છાલને વાટી ખાવાથી આરામ થાય છે.
જુલાબની તકલીફમાં છાશમાં લીંબુનો રસ પીવાથી રાહત થાય છે.
-લીંબુમાં સમાયેલ સિટ્રેડ કિડનીમાં પથરી થતા અટકાવે છે તેથી કિડનીના ફાયદામાટે નિયમિનત રીતે લીંબુ પાણી પીવું જોઇએ.
-ગઠિયા વામાં લીંબુના રસમાં આદુ તથા સંચળ ભેળવી પીવાથી ફાયદો થાય છે.
-પેઢામાં દુખાવો તેમજ મોઢામાં ચાંદા પડતા હોય તોલીંબુની છાલ રગડવાથી રાહત થાય છે.
-અડધા લીંબુ પર સંચળ ભભરાવી ચાટવાથી અરૂચિ દૂર થાય છે.
- પેટમાં કીડા થવાપર લીંબુા રસમાં મધ ભેળવીને લેવાથી ફાયદો થાય છે.
- અડધો ટી સ્પૂન લીંબુનો રસ દર ત્રણ કલાકે લેવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.
-ઝેરી જીવજંતુના ડંખ પર લીંબનો રસ લગાડવો. - ચહેરા પરના ખીલને દૂર કરવા લીંબુનારસમાં મધ ભેળવીને લગાડવું.
-બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. લીંબુમાં ઉચ્ચ પ્રમાણમાં ફાઇબર હોય છે જેથી તે બ્લડ સુગરને કન્ટોરલ રાખવામાં સક્ષમ છે. તેનું નિયમિત સેવન ફાયદો કરે છે. - ગળાની તકલીફમાં લીંબુનો રસ ફાયદો રે છે. લીંબુના રસમાં એક ચમચી મધ અને ભેળવી ગરમ પાણી સાથે સેવન કરવું. લીંબુમાં વિટામિન સી હોવાથી તે ગળાને સાફ કરે છે.
- મોનોપોઝ દરમિયાન આર્યનની કમી મહિલાઓમાં થવાનું સામાન્ય છે. તેવામાં વિટામિન સી થી ભરપુર લીંબુને નિયમિત રીતે ભોજનમાં સામેલ કરવું તેમજ તેનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.
- કેન્સરના રોગીઓ માટે પણ લીંબુ રાહત આપે છે. લીંબુમાં સમયોલા ફ્લેવોનોઇડસ એન્ટીકેન્સર તરીકે કામ કરે છે. તેથી નિયમિત રીતે લીંબુનું સેવન કરવું જોઇએ.
- કબજિયાતમાં લીંબુ પાણી ગુણકારી છે. નિયમિત રીતે સવારે લીંબુનું ગરમ પાણ ીપીવાથી કબજિયાતની તકલીફથી છુટકારો થાય છે.
- માનસિક તાણને દૂર કરવામાં લીંબુ ઉપયોગી છે. ડિપ્રેશન થવાથી લીંબુ શરબત પીવાથી સ્ટ્રેસ દૂર થાય છે.
- થાક દૂર કરીને તાજગીનો અનુભવ કરાવે છે. થાકી ગયા હોય તો લીંબુ શરબતનો એક ગ્લાસ ગટગટાવી જવાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે.
- નિયમિત રીતે લીંબુ પાણી પીવાથી ત્વચા યુવાન થાય છે.