હોટલાઇન ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં હિન્દુ શ્રધ્ધાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને ઘણી વિગતો સામે આવી રહી છે. હુમલાનો ભોગ બનેલા એક વ્યકિતએ જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબાર બાદ બસ ઉંડા કોતરમાં પડી ગઈ હતી.
આમ છતાં આતંકવાદીઓ ગોળીબાર કરતા રહ્યા હતા જેથી કોઈ જીવતું બચી ન થાય. આ ભયાનક હુમલાની કહાની સંભળાવતા તેમણે કહ્યું કે આતંકવાદીઓ ઈચ્છતા હતા કે અમે બધા મરી જઈએ.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ બસ પર માત્ર એક બાજુથી જ નહીં પરંતુ ઓછામાં ઓછી ત્રણ બાજુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન ડ્રાઈવરને ગોળી વાગી જતાં તેણે બસ પર કાબૂ ગુમાવી દીધો અને બસ કોતરમાં પડી ગઈ હતી. રિપોર્ટ અનુસાર એક પીડિતે જણાવ્યું હતું કે લગભગ 20 મિનીટ સુધી સતત ગોળીબાર ચાલુ રહ્યો હતો.
તેમણે કહ્યું, માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા બાદ અમે શિવ ઘોડી ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અમે માંડ 4-5 કિલોમીટર દર ગયા હોઈશું અને અચાનક બસ પર ગોળીબાર શરૂ થઈ ગયો. અમારી બસ કોતરમાં પડી ગઈ, તેમ છતાં ગોળીબાર બંધ ન થયો. પહેલા ડ્રાઈવરને ગોળી વાગી અને ત્યાર બાદ અન્ય કેટલાક લોકોને પણ ગોળીઓ વાગી હતી. એક મુસાફરે કહ્યું કે બેથી ત્રણ આતંકીઓ હતા. મારા પુત્રએ જોયું કે એક વ્યકિત બસની પાછળથી પણ ફાયરિંગ કરી રહ્યો હતો.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ઓછામાં ઓછા છથી સાત લોકોએ બસ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓ રસ્તાની ચારે બાજુથી ગોળીબાર કરી રહ્યા હતા. જયારે બસ કોતરમાં પડી અને છતાં આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ રાખ્યો તો ઘણા લોકો ચૂપચાપ સૂઈ ગયા જેથી આતંકવાદીઓને લાગે કે તેઓ મરી ગયા છે. થોડીવાર બાદ સુરક્ષાદળો પહોંચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે યાત્રાળુઓથી ભરેલી બસ શિવખોડીથી માતા વૈષ્ણો દેવી જઈ રહી હતી તે દરમિયાન થયેલા આતંકી હુમલામાં 10 લોકોના મોત થયા હતા જયારે 33 લોકો ઘાયલ થયા હતા.
આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે મોટા પ્રમાણમાં ક્ષેત્રનો ઘેરાવો કરી અને શોધખોળ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ હુમલામાં 6 લોકો માર્યા ગયા હતા અને 41 લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ), રાજય તપાસ એજન્સી (એસઆઈએ) અને ફોરેન્સિંગ વિભાગની ટીમો આતંકી હુમલાના ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે.
બસ ખીણમાં પડી હોવા છતાં આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો
Leave a comment
Leave a comment