હોટલાઇન ન્યૂઝ
આ વર્ષે NEETમાં કથિત ગેરરીતિના મામલે વિદ્યાર્થીઓ સુપ્રિમ કોર્ટમાં જઇને એ પરીક્ષા રદ કરવા માટે માંગણી કરી છે.
પ્રશ્ન એ છે કે શું તબીબી પ્રવેશ પરીક્ષા NEET યોગ્ય રીતે લેવામાં આવી હતી? NEETનું પરિણામ આવ્યાને ત્રણ દિવસ વીતી ગયા છે પરંતુ વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હજુ પણ યથાવત છે. લાખો વિદ્યાર્થીઓ એ સમજી શકતા નથી કે તેઓએ NTA દ્વારા જાહેર કરેલા પરિણામોને અંતિમ તરીકે સ્વીકારવું જોઈએ કે પછી ફરીથી પરીક્ષાની તૈયારી શરૂ કરવી જોઈએ?
NEET પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કથિત ગેરરીતિના કારણે પુનઃ પરીક્ષાની માંગ કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), જે સંસ્થા NEET UG પરીક્ષાનું આયોજન કરે છે, તેની પોતાની દલીલ છે કે આ વર્ષે પ્રશ્નપત્ર સરળ બનાવવામાં આવ્યું હતું અને પરીક્ષામાં વધુ ઉમેદવારો આવવાને કારણે પરિણામ ઊંચું આવ્યું છે.
આ વર્ષે 67 વિદ્યાર્થીઓએ એકસાથે ટોપ કર્યું છે. આ વિદ્યાર્થીઓએ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે. આજ સુધી આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકસાથે ક્યારેય ટોપર્સ બન્યા નથી.
આ વખતે ફિઝિક્સના પેપરમાં એટલી મોટી ભૂલ થઈ હતી કે એક જ પ્રશ્નના બે સાચા જવાબો આપવામાં આવ્યા હતા અને બંને જવાબોને NTA દ્વારા સાચા ગણવામાં આવ્યા હતા અને તેના કારણે એક પ્રશ્નના સાચા જવાબને કારણે 44 ટોપર્સ વધ્યા હતા. વાસ્તવમાં, નવી NCERT પુસ્તક મુજબ, વિદ્યાર્થીઓએ આપેલો જવાબ ખોટો હતો પરંતુ NCERT પુસ્તકની ગત વર્ષની આવૃત્તિમાં આ જ જવાબ સાચો હોવાનું કહેવાયું હતું. તે પ્રશ્નના જવાબને આન્સર કીમાં પડકારવામાં આવ્યો હતો. 10 હજાર વિદ્યાર્થીઓએ આ ચેલેન્જ આપી હતી. NTA આ પડકાર સામે ઝૂકી ગયું અને બંને વિધાનો સાચા હોવાનું કહીને જે વિદ્યાર્થીઓએ વિકલ્પ-ચાર પસંદ કર્યો હતો તેમને પૂરા માર્કસ પણ આપ્યા.
NTAના વલણ પર વધુ એક સવાલ ઊભો થયો છે. હરિયાણાના ઝજ્જરમાં એક જ પરીક્ષા કેન્દ્રમાંથી આઠ ટોપર્સ બહાર આવ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ કેટલાક વાલીઓએ હરિયાણાના જીંદમાં એડિશનલ કમિશનરને ફરિયાદ કરી છે અને તપાસની અપીલ કરી છે
ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કહે છે કે તેમના માર્ક્સ આટલા ઓછા ન હોઈ શકે, આ બાબતની સંપૂર્ણ તપાસ ખૂબ જરૂરી છે. આ પહેલીવાર નથી કે જ્યારે મેડિકલ તપાસ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હોય. નવ વર્ષ પહેલાં, જ્યારે NEETની રચના થઈ ન હતી, ત્યારે ઓલ ઈન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ (AIPMT) થતી હતી. તે સમયે NTAની રચના કરવામાં આવી ન હતી અને આ પરીક્ષા CBSE દ્વારા જ લેવામાં આવતી હતી. તે સમયે ઈલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું છે – “પહેલા NEET પરીક્ષાનું પેપર લીક થયું હતું અને હવે વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેના પરિણામોમાં પણ ગોટાળા છે. આ ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. સરકાર લાખો વિદ્યાર્થીઓના અવાજને કેમ અવગણી રહી છે?
આ કારણસર નીટની પરીક્ષા રદ કરવાની વિદ્યાર્થીઓની માંગ
Leave a comment
Leave a comment