હોટલાઇન ન્યૂઝ
એક ખૂબ જ રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક પરિવારે તેમના ઘરની બે બિલાડીઓના સીમંત વિધિ કરી હતી. તમિલનાડુના કોઈમ્બતુરમાં રવિવારે એક પરિવારે તેમની ગર્ભવતી બિલાડીઓ માટે સીમંત વિધિ કરી હતી. બિલાડીના માલિકે કહ્યું, અમે અમારી સગર્ભા બિલાડીઓને આશીર્વાદ મળે એ માટે આ વિધિ કરી છે. અમે બિલાડીઓને ખાસ ખોરાક આપીએ છીએ. લોકો મહિલાઓની સીમંત વીધી કરા હોય છે, તેમ અમે અમારી બિલાડીઓ માટે પણ એ વિધિ કરવાનું વિચાર્યું કેમકે આ બિલાડીઓ અમારા ઘરની સભ્ય છે. અમે ક્લિનિક પર આવી ડોકટરો સાથે બિલાડીઓની સીમંત વિધિ કરી હતી.
યાદ રહે કે સીમંત વિધિ એ ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતી એક વિધિ છે. આ વિધિને અંગ્રેજીમાં બેબી શાવર પણ કહે છે. ધાર્મિક વિધિના ભાગ રૂપે, જન્મનારા બાળકને કુટુંબમાં આવકારવાની સાથે, સગર્ભા માતાને માતૃત્વના ઘણા આનંદથી આશીર્વાદ આપવામાં આવે છે. લોકો આ વિધિ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. તમિલનાડુના કોઈમ્બતુરમાંથી બિલાડીઓના બેબી શાવરની વિધિ ખૂબ વાયરલ થઈ રહી છે. “સગર્ભા બિલાડીઓ માટે આ પ્રકારનો સમારંભ દેશમાં પહેલી વખત થયાનો દાવો થયો છે અને આ વિધિથી ગર્ભવતી બિલાડીઓ આનંદમાં રહેશે એમ આ વિધિમાં હાજરી આપનાર પશુચિકિત્સકે કહ્યું હતું.
જો કે કોઈએ પોતાના પ્રિય પાલતુ પર આટલો પ્રેમ વરસાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના નથી. ગયા વર્ષે ઑક્ટોબરમાં તમિલનાડુમાં એક પરિવારે ખૂબ જ ધામધૂમ અને ધાર્મિક વિધિઓ સાથે ગર્ભવતી શ્વાનની સીમંત વિધિ કરી હતી. આ રસપ્રદ બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
લો બિલાડીની પણ સીમંત વિધિ !
Leave a comment
Leave a comment