હોટલાઇન ન્યૂઝ
વોટ્સએપ અને મેટા એઆઈ ચેટબોટનું કોમ્બિનેશન ઘણા ફીચર્સ લાવવા જઈ રહ્યું છે. માહિતી અનુસાર, યુઝર્સને મેસેજિંગ એપ પર AI-જનરેટેડ પ્રોફાઇલ ફોટો બનાવવા અને તેનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. નવું AI ફીચર ભવિષ્યમાં જોઈ શકાય તેવા ઘણા વધારાના ફીચર્સમાંથી એક હશે. WABetaInfo દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, AI-જનરેટેડ પ્રોફાઇલ ફોટો માટે, WhatsApp Android પર પસંદગીના બીટા ટેસ્ટર્સ સાથે આ ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે.
નવા AI ફીચરના બીટા વર્ઝનમાં એવું જોવામાં આવ્યું છે કે વોટ્સએપના સેટિંગમાં ક્રિએટ એઆઈ પ્રોફાઈલ પિક્ચર નામનું નવું સેક્શન છે. તેનો અર્થ એ કે તમે મૂળભૂત રીતે તમારા વર્ણનના આધારે કોઈપણ પ્રકારનો ફોટો બનાવવા માટે AI ટુલ્સ શોધી શકાશે. AI -સંચાલિત પ્રોફાઇલ ફોટા સાથે, યુઝર્સ અનન્ય અને વ્યક્તિગત ફોટા બનાવી શકે છે જે તેમના વ્યક્તિત્વ, રૂચિઓ અથવા મૂડને વધુ ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે.
પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને, WhatsAppએ લોકો માટે ફોટાની નકલ કરવી અને કન્ટેન્ટનો દુરૂપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ બનાવી દીધું છે. મેસેજિંગ એપના iOS અને Android બંને વર્ઝન પર પ્રોફાઇલ ફોટો, સામાન્ય ફોટો અથવા તો વિડિયોનો સ્ક્રીનશોટ લઈ શકાતો નથી.
મેટા માટે એક અલગ આઇકન WhatsAppdpમાં દેખાવાનું શરૂ થયું છે. યુઝર્સ ચેટબોટનો ઉપયોગ નવી વાનગીઓ બનાવવા, ડાયટ પ્લાન બનાવવા અને વિવિધ પ્રશ્નો પૂછવા માટે કરી શકે છે.
સ્ટેટસની પધ્ધતિ બદલાશે
અગાઉ એવું જાણવા મળ્યું હતું કે WhatsApp એપમાં સ્ટેટસ માટે 1 મિનિટ સુધીના વીડિયો શેર કરવાની સુવિધા રજૂ કરી રહ્યું છે, અને હાલમાં તે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. જો કે, WABetaInfo દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કેટલાક વપરાશકર્તાઓને અગાઉના અપડેટ દ્વારા આ સુવિધા મળી શકે છે. WBએ કહ્યું છે કે આ 1OS 24.10.10.74 અપડેટમાં આપવામાં આવશે.
ખૂબ જ ખાસ ફીચર પ્રોફાઈલ ફોટો માટે આવી રહ્યું છે
Leave a comment
Leave a comment